બાળપણ ના સંભારણા

Posted on ઓગસ્ટ 26, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , |

વ્હાલા વાંચક મિત્રો,
જયસીયારામ,
આજે જે ગીત હું આપની સમક્ષ રજુ કરુંછું,તે નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી એ તેમના નાટક ‘સંપતિ માટે’માં લખેલું છે.મોતીબાઈ ના કંઠે ગવાતું આ ગીત ના ૧૦-૧૦ વાર વન્સમોર થતા હતા અને નાટક પરોઢિયે ૪ વાગ્યે પૂરું થતું હતું. ૧૯૪૧ માં લખાયેલું આ ગીત વાંચી હજી આજેપણ આપણે શૈશવ (બાળપણ)ની યાદોમાં સરકી જઇએ છીએ. જો આપના ઘર માં દાદા-દાદી હોય તો તેમને આ ગીત વંચાવવા વિનંતી.

સાંભરે  રે,   બાળપણના    સંભારણા

જાણે ઉઘડતા જીવનના બારણા,

એ બાળપણના સંભારણા ……

 

ફૂલસમાં        હસતા —-   ખીલતાંતા

પવન સમા લહેરાતા

ગાતાતાં  —    ભણતાતાં —   મસ્તીમાં

મસ્ત મનાતાં

ચ્હાતાંતાં વિદ્યાના વારણાં

એ બાળપણનાં સંભારણા…..

 

રખેને     બોલ્યું   કોઈ  સાંભળશે

એની ચિંતા નહોતી

ભય નહોતો  —-        મદ નહોતો

પ્રીતિ ની પીડા નહોતી

નહોતી કોઈ ઝાઝી વિચારણા

એ બાળપણનાં સંભારણા…..

 

કોઈ    અજાણ્યા      નરને      હોંશે

પ્રિયતમ કહેવું પડશે

વણમુલે વણવાંકે,દાસી થઇ રહેવું પડશે

નહોતી મેં ધારી આ ધારણા

એ બાળપણનાં સંભારણા…..

 

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

One Response to “બાળપણ ના સંભારણા”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

બટુકદાદા,

બાળપણની સફર કરાવવા બદલ ખુબ ખુબ આભાર. આપના આ ગીતના શબ્દો મેં મારા બ્લોગ પર કોપી કરીને દીપ્તિ દેસાઇનાં સ્વરમાં મુક્યા છે. આપની લીંક પણ આપી છે. આપને કોઇ વાંધો તો નથીને. હોય તો સત્તવરે જણાવજો. હું ઘટતું કરીશ.

આભાર


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: