સુવિચારો— (સુવાક્યો)

Posted on ઓક્ટોબર 1, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ:, , |

 • સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.
 • કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.
 • પરાજય ક્ષણિક છે. તેને સનાતન બનાવે છે હતાશા.
 • ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
 • જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં જતાં જ આગળ વધવાનો માર્ગ અવશ્ય દેખાશે
 • પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
 • જંગલમાં રહેવું સારૂ, પણ સગાઓની વચ્ચે ધનહીન દશામાં રહેવું જરાપણ સારૂ નથી
 • “એકમાત્ર કામ એવું છે જેમાં તમે ટોચથી શરૂઆત કરો છો, અને એ છે ખાડો ખોદવાનું
 • જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો
 • જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે, ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થતા  જાઓ છો.
 • ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
 • બગીચાનાં સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ
 • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
 • વાતચીતની સાચી કળા માત્ર એ નથી કે સાચી વાત સચોટ સમય પર કરી શકીએ. સાચી કળા એ પણ છે કે કહું કહું કહેવાનું મન કરાવતી પણ નહીં બોલવાની વાતને ખોટા સમયે ધરાર બોલવી નહીં.
 • સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.
 • સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે.
 • ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે
 • અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
 • નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!
 • જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
 • સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
 • પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

3 Responses to “સુવિચારો— (સુવાક્યો)”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી. Good one. This should remember by every body.

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે. >> aa 2 var aavyu chhe.

But, I can say really very nice words..

બગીચાનાં સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ
મૂળ અરબી કહેવત – Very Nice


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: