ઓળખાણ

હું એટલે કે…….

હું એટલે કે....

નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,

 નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,

 નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને

ફક્ત છું ‘બટુક ’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો

—————————————————————

નથી નામ ,અટક કે ગામ ઑળખાણ મારી,

 દેખાવ કે ચહેરોય નથી ઑળખાણ મારી,

મિત્રો આપી શકે ઑળખાણ મારી કદાચ,

 કવિતા કે લખાણ ઑળખાણ બની શકે કદાચ,

શુધ્ધ મન અને શુધ્ધ આત્મા એજ ઑળખાણ મારી.

 સુદર વિચાર અને સુકર્મ કરવાનો પ્રયત્ન કરુ છુ,

દિલ થી કામ લવુ છુ દિમાગ છે ભારી,

 શહેર કે ગામ ગમતા નથીં, દિલો મા રહેવુ ગમશે મને,

‘બટુક સાતા’

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

22 Responses to “ઓળખાણ”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

પ્રિય બટુક ભાઈ
તમારી ઓળખાણ ની કવિતા વાંચી .લખતા રહેજો આતા ભાઈની શુભેચ્છા

સ્નેહી શ્રી બટુકભાઈ,

આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને એક લેખ આપને ગમ્યો એવો પ્રતિભાવ દર્શાવ્યો એ બદલ
આપનો આભારી છું.ફરી આવી રીતે આવતા રહેશો એવી આશા છે.

આપના બ્લોગની મુલાકાત લઈને ખુબ આનંદ થયો.આપ ખુબ જ સરસ અને પ્રેરક સાહિત્ય બ્લોગ
મારફતે પીરસી રહ્યા છો એ બદલ અભિનંદન.

આપનો કાવ્યમય રસ પ્રદ પરિચય મને ગમ્યો.

મેં પણ મારા બ્લોગમાં મારા પરિચયને અંતે મને શું ગમે એ મારી સ્વ-રચિત કાવ્ય રચના મૂકી
છે એ આપને વાંચવા માટે નીચે આપું છું.આશા છે આપને એ ગમશે.

મને શું શું ગમે ?

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે.

સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે .

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

—-વિનોદ આર. પટેલ

“Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.”
~ Mahatma Gandhi

સ્નેહી શ્રી વિનોદભાઈ,
મારા બ્લોગ ની મુલાકાત માટે આપનો આભાર.
અચાનક સર્ફિંગ કરતાંકરતા આપના બ્લોગ ની જાણકારી મળી. બહુજ સુંદર બ્લોગ અને શૈલી છે આપની.ધંધા ની વ્યસ્ત તા ને લીધે બહુજ ઓછો ટાઇમ ફાળવી શકું છું છતાં આપના બ્લોગ ની અવારનવાર મુલાકાત લેવાનું મન થાય તેવો છે.

આદરણીયશ્રી. બટુકભાઈ

આપનો પરિચય ખુબ જ રસપ્રદ છે.શુધ્ધ મન અને શુધ્ધ આત્મા એજ ઑળખાણ મારી.

Your way of expressing ourself is nice. See you again.

Ramesh Patel(Aakashdeep)

સ્નેહી શ્રી રમેશભાઈ,
મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર.

આપની ‘ઓળખાણ’ ગમી ગઈ. આભાર.

મુલાકાત બદલ આભાર મિત્ર.

આદરણીયશ્રી. બટુકભાઈ

આપનો પરિચય ખુબ જ રસપ્રદ છે.

આપનો હકારત્મક અભિગમ ખુબજ ગમ્યો.

આપ ખુબ જ નિખાલસ દિલના છો.

ઓકે સાહેબ મલીશુ કોઈક વાર

Very much interesting link.
Thank you very much for visiting my page on wordpress and suggesting your link
Keep it up.
With regards,
shirish dave

આદરણીય શ્રી બટુકભાઈ

ખુબ સુરત રીતે આપી છે ઓળખાણ તમારી

સ્વીકારજો વંદન રૂપી પ્રાર્થના જ અમારી

નિરાતે અનુભવશું આપને હંમેશા પૂર્ણ રીતે

બસ મુક્યા કરજો ગીતો અને કવિતા સારી

ખુબ સુંદર રીતે ઓળખાણ આપી છે. વંદન…નમસ્કાર.

આદરણીય ગોવિંદભાઈ,
આજે આપના બ્લોગ ની મુલાકાત લીધી .ખુબજ સુંદર બ્લોગ છે.આપનો દેશપ્રેમ અને વતન પ્રેમ ને સો સો સલામ.આપ શિક્ષક હતા તે જાણી બહુજ ગર્વ મેહસૂસ થયો.આપ જેવા શિક્ષકો જ આપણી સંસ્કૃતિ ની ધરોહર છે. એક શિક્ષક ની શક્તિ શું હોય અને શિક્ષક ધારે તો શું બદલાવ લાવી શકે તેનું જીવતું જાગતું મિશાલ ચાણક્ય છે.

આદરણીય સાહેબશ્રી.

સરસ અદાથી આપે રચનામાં પરિચય આપ્યો છે.

કિશોરભાઈ

માનનીય શ્રી કિશોરભાઈ
ઓળખાણ માં જે અભિવ્યક્તિ છે જે મેં બીજાના બ્લોગ માંથી શરૂઆત માં કોપી-પેસ્ટ કરી હતી જે ખોટું હતું પરંતુ તે ગમતું હતું એટલે ગમતા નો ગુલાલ કર્યો.

ખુબ સરસ. રંગભૂમિ ના નાટકો અને તેના ગીતો નું મને પણ જબરું આકર્ષણ છે. પ્રભુલાલ દ્વિવેદી ના બધાજ નાટકો ખુબ સરસ છે.તેમના નાટકો ની વીડિઓ સી.ડી.કે ડી.વી.ડી.ક્યાય મળે ખરી?મારે નવી પેઢી ને બતાવવી છે. આભાર.
નિમેશ ત્રિપાઠી.

જયસીયારામ,નિમેશ ભાઈ
મારી પાસે ઓડીઓ વિડીઓ બધુજ હતું પરંતુ અકસ્માતે તે બધુજ મેં ગુમાવી દીધું છે. હાલ માં મારી પાસે માત્ર સ્વ.પ્રભુલાલ દ્વિવેદી ની બોરસલ્લી અને પ્રાગજી ડોસા લિખિત તખ્તો બોલે છે ના ભાગ ૧ અને ૨ છે જેમાંથી સમય મળતા કંઈ ને કંઈ મારા બ્લોગ ઉપર જરૂર થી રજુ કરીશ.

બટુકદાદા

મારે મારા બ્લોગ પર રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટક ‘જવાબદારી’ માટે લખેલ ગીત ‘ઓ શરદપૂનમની ચંદા’ મુકવુ છે. આ ગીત કે નાટક કે કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ વિશે કોઇ પૂરક માહિતિ હોય તો જણાવવા વિનંતી છે. ગીતના શબ્દો આ મુજબ છે

શરદપૂનમના મજાના દિવસે દૂધ-પૌંઆ ખાતા ખાતાં માણો રસકવિનું આ ગીત.

નાટક – જવાબદારી
કવિ – રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર – રેખા ત્રિવેદી
સંગીત – ગણપતરામ પંચોટીયા

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા
આ દર્દ-એ-દિલને મળે વિસામો આ દુનિયામાં ક્યાં?
મારો પહેલો સવાલ આ, મને જવાબ દેતી જા.

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

તે લાખ લાખ પ્રેમીને હૈયે રસના ગીત ભર્યા,
કાં વિરહે બળતી વિજોગણોને કાતીલ ઘાવ કર્યા
તું હા કહે કે ના મને જવાબ દેતી જા.

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

શુદ્ધ હ્રદયનાં બે પ્રેમીઓનાં હૈયા જ્યાં મળતાં,
એ હૈયાની ઉજળી જ્યોતે દુનિયા બળતી કાં,
મારો બીજો સવાલ આ, મને જવાબ દેતી જા.

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

શા માટે આ હ્રદય જાગતું, શા માટે એ પ્રેમ માંગતું,
શા માટે પ્રેમીનું ધાર્યું દુનિયામાં ના થાતું.
મારો છેલ્લો સવાલ આ, મને જવાબ દેતી જા.

ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

Contact me at kruteshpatel@gmail.com

જયસીયારામ, કૃતશ ભાઈ
આપે જણાવેલ રઘુનાથ ભાઈ ની રચના મારીપાસે નથી.મારી પાસે નાટ્ય મહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી ના દરેક નાટક ના ગીતો છે. સંપતિ માટે, ગાડા નો બેલ, વડીલો ના વાંકે,શંભુમેળો,સત્તા નો મદ, સંતાનો ના વાંકે, માલવપતિ મુંજ , સાગર પતિ, પૃથ્વીરાજ ચૌહાણ, વી. એ સમય ના અતિ લોકપ્રિય નાટકો ના ગીતો છે.જેના દરેક ગીતો એ સમયે ખુબજ લોકપ્રિય હતા.આ ગીતો માંથી આપને કઈ સ્વરબદ્ધ કરવા હોય તો જરૂર થી જણાવશો.

બટુક સાતા ના જય જલારામ.

બટુક્ભાઈ,

આપનો પરિચય વાંચ્યો..આપને ખુબ ખુબ અભિનંદન..મારા બ્લોગ માં પણ દિકરી ની વિદાય વેળા નું ગીત

સામેલ છે .જે આપને જરુર ગમશે. દીકરી સદાય દીકરી જ રહે છે.. તેમજ જિવન જિવવાનની રીત પણ સામેલ કરેલ છે ..

આપને જરુર ગમશે. મારો બ્લોગ આપના માં સામેલ કરશો..
my blogs.—http://mysarjan.wordpress.com
http://abhigamweblog.wordpress.com

આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

વાહ ક્યા બાત હે……!!!
આમ જ લખતા રહો તાજી હવા શ્વસતા રહો….

વાહ બટુકભાઇ વાહ બહુ સરસ બધી જ રચના ઓ અફલાતુન તમારો મોબાઇલ નમ્બર આપસો હુ પણ રાજકોટ નો છુ ક્યારેક તમારા જેવા વિદ્વાન પાસે સત્સંગ થાય


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: