પ્રજાસત્તાક દિન

Posted on જાન્યુઆરી 26, 2010. Filed under: પ્રજાસત્તાક દિન | ટૅગ્સ: |

 

ત્રિરંગો સદા દેશનો
બસ આમ જ લહેરાયા કરે
 

સર્વે દેશવાસીઓ ને ગણતંત્ર દિવસ ની હાર્દિક સુભેચ્છા

આ માટી વહેછે મારા હૃદયમાં
તેના માટે તો બધું કુરબાન
કહેછે લોહી નું એક એક બુંદ
મારો વ્હાલો ભારત દેશ મહાન

 

Advertisements
Read Full Post | Make a Comment ( 1 so far )

આઝાદી

Posted on ઓગસ્ટ 14, 2009. Filed under: આઝાદી | ટૅગ્સ:, , |

india_flag

મા ભોમને ચરણે આપણે ક્યાં
મસ્તક મૂકવું હોય છે,
આપણે તો બસ આઝાદીનું
અમૃત જ પીવું હોય છે!

ઘણીવાર થાય કે,
જન્મ થયો તે આઝાદી
કે મરણ થયું તે આઝાદી ?
પવન ઝપાટૅ ઊડી જતી રે
સ્વતંત્રતાની શાહજાદી

ના ખડગ, ના ખંજર,
અહિંસાની ધારે લૂંટી
બાપુ તેં આઝાદી;
ના રેશમ, ના ટસર,
ખાદી કેરા ધાગે ગૂંથી
ગાંધી તેં આઝાદી

ગાદી મળી આબાદી મળી ખાદીના નામે
સરવાળે મીંડું મળ્યું આઝાદીના નામે!

Read Full Post | Make a Comment ( None so far )

આઝાદી અમર રહે

Posted on ઓગસ્ટ 14, 2009. Filed under: આઝાદી | ટૅગ્સ:, |

india_flag

આઝાદી અમર રહે !

સુખી બને દેશજનો સઘળા, સૌ આનંદ લહે;
સમૃદ્ધિ ને શાંતિ ભરેલી,ગંગા બધે વહે. …આઝાદી.

સંપ અને સહકારતણા સૌ, માનવ-મંત્ર કહે;
ભલું કરે સૌ સૌનું કોઈ, મંગલ માત્ર ચહે. …આઝાદી.

માનવતાની મહેકે વાડી, દાનવ કો ન રહે;
મંગલના મારગને માનવ, કાયમ કાજ ગ્રહે. …આઝાદી.

Read Full Post | Make a Comment ( None so far )

આઝાદી ……..

Posted on ઓગસ્ટ 14, 2009. Filed under: આઝાદી | ટૅગ્સ:, |

રોટી માટે લોકો લડતાં,ચાલો ઉજવો આઝાદી.
બાળક છોને ભુખ્યાં મરતાં,ચાલો ઉજવો આઝાદી.

મત આપીને ખુરશી આપી, આપ્યું ભારત સાચવવા,
નેતા નામે નાગો ડસતાં,ચાલો ઉજવો આઝાદી.

આખો મહિનો કાળી કસરત, બન્ને જણ કરતાં તોયે,
ક્યાં કોઈ દી’ નવડાં મળતાં,ચાલો ઉજવો આઝાદી.

નાના-મોટા કોઈ કામો,ક્યાં સ્હેલાઈથી થાતાં.
ભ્રષ્ટો હર શ્રણ ખીસ્સા ભરતાં, ચાલો ઉજવો આઝાદી.

નાની અમથી ભૂલો માટે વર્ષો વિતતાં જેલોમાં,
અપરાધી સૌ ખૂલ્લાં ફરતાં,ચાલો ઉજવો આઝાદી.

અબળાને સબળા કરવાના જૂઠા વાદા છો થાતાં.
અત્યાચારો રોજે વધતાં,ચાલો ઉજવો આઝાદી.

સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા’તાં.
સાચ્ચું ક્હેતાં ‘બટુક’ ડરતાં,ચાલો ઉજવો આઝાદી.

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...