લાંબુ જીવાડે લસણ

Posted on સપ્ટેમ્બર 15, 2009. Filed under: આરોગ્ય | ટૅગ્સ:, |

                                                                 

લસણનો વર્ષોથી સામાન્‍ય માણસ ઔષધ તરીકે ઉપયોગ કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોના લોકોમાં લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ છે. લસણની ધોળી અને રાતી એમ બે જાતો છે અને મોટે ભાગે બીજા ગુણોમાં સરખી છે. એક બીનું લસણ ગુણમાં વધારો કરે છે. લસણ કૃમિઓને, કોઢને સફેદ ડાઘનો નાશ કરે છે. તે સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, વીર્યવર્ધક તીખા રસથી યુક્ત ગુરુ ભારે છે. અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે તે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્‍ફરસ જેવાં ખનિજ તત્‍વો ધરાવે છે. તેમાં આયોડિન અને આલ્‍કોહોલનો પણ અંશ છે. વિટામીન બી, સી અને થોડા પ્રમાણમાં ‘એ‘ પણ છે. લસણ હ્રદયના રક્ત પરિભ્રમણ તંત્ર માટે ઘણું જ ફાયદાકારક છે. તે રક્તમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખે છે. જે ડા‍યાબિટીસ માટે ઉપયોગી છે. તેમજ આંતરડાના રોગને મટાડે છે. લસણ શ્વસનતંત્રના રોગો શરદી, કફ, ક્ષય, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા વગેરે મટાડવામાં ઉપયોગી છે. એલર્જીથી પીડાતા લોકોને પણ રાહત આપે છે. લસણમાં એસ્‍ટોજેનિક હોર્મોન હોવાથી સ્‍તનપાન કરાવતી માતાને બાળક માટે વધુ દૂધ ઉત્‍પન્ન કરવામાં મદદરૂપ છે.
ઉપયોગ-
૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં.
(૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં.
(૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો.
(૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો.
(૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, લસણ સાથે વાટી, તેની નાની નાની ગોળીઓ બનાવી સૂકવી લેવી. તેમાંથી બે-બે ગોળી સવારે અને રાતે પાણી સાથે ગળવી.
(૬) શરીરની ગરમીથી અંગ ઉપર લાલ લાલ ચાઠાં પડ્યાં હોય તો તેના ઉપર તથા દાદર ઉપર-લસણ વાટી તેનો રસ ચોપડવો.
(૭) આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું.
(૮) અપસ્‍માર અને અર્દિતવાયુ (મોઢું વાંકું થવાની તકલીફ) ઉપર : લસણ વાટી તલના તેલ સાથે ખાવું.
(૯) ઉદરરોગ ઉપર : છોલીને સાફ કરેલું લસણ એક રાત છાશમાં પલાળી રાખવું, આ લસણ એક ભાગ, તેનાથી અર્ધો ભાગ સિંધવ અને ચોથો ભાગ શેકેલી હિંગ એકત્ર કરી સર્વેનું જેટલું વજન થાય તેટલો વજનનો આદુનો રસ લઇ બધું એકસાથે વાટી લેવું. તેની નાની નાની ગોળીઓ બનાવી દરરોજ બે-બે ગોળી છાશ સાથે દિવસમાં બે વખત લેવી.
(૧૦) વિષમજવર અને વાત વ્‍યાધિ ઉપર : લસણના કલ્‍કમાં તલનું તેલ અને જરા સિંધવ નાખી તેનું દરરોજ સવારે પ્રાશન કરવું. આથી સર્વાંગ વાત વ્‍યાધિ મટે છે.
(૧૧) લોહીના ઊંચા દબાણ ઉપર : દરરોજ સવારે લસણની બે કે ત્રણ કળી સારી પેઠે લસોટીને થોડા દૂધ સાથે મેળવીને તે દૂધ પીવું. બીજું કાંઇ પણ ખાવુંપીવું નહિં. થોડા દિવસમાં લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવની ચટણી ખાવાથી પણ લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે.
(૧૨) ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું.
(૧૩) દાદર ઉપર લસણની કળીઓ વાટીને લગાડવી.
(૧૪) ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી.
(૧૫) મૂર્છારોગ અને હિસ્‍ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું.
(૧૬) હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો.
(૧૭) સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ – લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્‍લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્‍યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્‍યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.
(૧૨) ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું.
(૧૩) દાદર ઉપર લસણની કળીઓ વાટીને લગાડવી.
(૧૪) ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી.
(૧૫) મૂર્છારોગ અને હિસ્‍ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું.
(૧૬) હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો.
(૧૭) સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ – લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્‍લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્‍યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્‍યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.

Advertisements
Read Full Post | Make a Comment ( 3 so far )

કહેવતોમાં આરોગ્‍ય

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: આરોગ્ય | ટૅગ્સ:, |

ફરે તે ચરે ને બાંધ્‍યું ભૂખે મરે.
ચેતતો નર સદા સુખી.
અન્ન એવો ઓડકાર.
કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.
કડવું ઓસડ મા જ પાય.
જાગ્‍યા ત્‍યારથી સવાર.
જેટલા ભોગ તેટલા રોગ.
જ્યાં સુધી ઘાસ ત્‍યાં સુધી આશ.
દુ:ખનું ઓસડ દહાડા.
ધીરજના ફળ મીઠાં.
પહેલું સુખ તે જાતે નર્યા.
મન ચંગા તો કથરોટમેં ગંગા.
વાવે તેવું લણે.
જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે.
અન્ન તેવું મન, પાણી તેવી વાણી.
અન્ન પારકું છે પણ પેટ કંઈ પારકું નથી.
અલ્‍પાહારી સદા સુખી.
ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાયં,દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય.
ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે.
કેળાં માગે એલચી ને કેરી માંગે સૂંઠ.
ખાટી છાશ ઉકરડે જ ઢોળાય.
કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.
ખાવામાં ન જુવે તે વ્‍હેલો ખાટ સુવે.
ગળ્યું જે નિત્‍ય ખાય તે વૈદ્ય પાસે જરૂર જાય.
ઘઉંની કણક જેમ કેળવો તેમ કેળવાય.
ઘેર દુજણું ને લુખું ખાય, એવો કોણ મૂરખ રાય.
ઘણીય ભૂખ લાગે પણ તેથી કંઈ બે હાથે ખવાય?
જાન બચી લાખો પયા.
થોડા ખાના, ખૂબીસે રહના.
દૂધ, પૌઆ ને ખીચડી ને ઉપર ખાધું દહીં,તાવે સંદેશો મોકલ્‍યો, જો ખાટલો પાથર્યો કે નહીં.
દૂધ, સાકર ને એલચી, વરીઆળી ને દ્રાક્ષ, જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્‍તુ રાખ.
પેટને પૂછીને ખાવું, જીભને નહીં.
બેઠું ખાય તે એઠું ખાય.
ભાવે તેટલું ખાવું નહીં ને આવડે તેટલું લખવું નહીં.
બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન;
ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન.
મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ;
બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ.
રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે.
રોગ ને શત્રુ ઉગતા જ ડામવા.
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.
સો દવા ને એક હવા.
સૂંઠ, સંચળ ને કાચકો, જે ખાય તેને ન આવે આંચકો.
હીંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્‍તુ મેલ.
થોડું ખાઈએ તો સુખ ઉપજે, વધુ ડૉકટર લઈ જાય.
આંખે પાણી, દાંતે લુણ; પેટ ન ભરીએ ચારે ખૂણ.
અલ્‍પાહાર એ હંમેશનો અપવાસ છે.
રાત્રે વહેલા જે સૂવે,વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે,સુખમાં રહે શરીર

 

Read Full Post | Make a Comment ( None so far )

• શરીર પરનો મેદ ઉતારવા ભૂખ્યા રહેવું જરૂરી નથી

Posted on ઓગસ્ટ 20, 2009. Filed under: આરોગ્ય | ટૅગ્સ:, , , |

Obesity

આ વેકેશનમાં તો મારે ઉપવાસ કરીને વજન ઊતારવું છે. કોલેજ ખૂલશે ત્યારે તમે મને જોશો તો ઓળખી નહીં શકો તેવી સુડોળ હું બની જઈશ.
હવે સ્મિતાને ખાવાનું ઓછું આપો, તેને સમાજમાં બધા જાડી જાડી કહે છે, તેના માટે મૂરતિયો ગોતવો ભારી પડશે. જરા ખાવાનું ઓછું કર, જાડી-પાડી થઈ ગઈ છે…..
આ વાક્યો કાને પડતાં જ સમજી જવાય કે શરીર પર જામેલા ચરબીના થર ઓછા કરવા લાંઘણ કરવાની વાતો થઈ રહી છે. પરંતુ મેદસ્વી વ્યક્તિઓએ એક વાત સ્પષ્‍ટ સમજી લેવાની જરૂર છે કે ખોરાક ઓછો કરવાથી પાતળા થવાતું નથી. પાતળી પરમાર બનવાની લ્હાયમાં આધુીનક પેઢી રોજીંદો આહાર ઓછો કરી નાખતા નબળાઈ આવી જાય છે. ભરપેટ ખાઈને પણ વજન ઉતારી શકાય છે તે પણ જાણી લો…..
રોજીંદા ભોજનમાં ફળ, શાક, પાંદડાયુક્ત ભાજી, સલાડ, રોટલીની માત્રા વધારી દેવી.
ખાવાનું પ્રમાણ ઓછું કરવું. એટલે કે એકસાથે ભરપેટ ભોજન કરવું નહીં. દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું ખાતા રહેવું.
પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું. શાકભાજીનાં સૂપ, ટામેટાનું સૂપ, ઓસામણ તથા મોસમી ફળોના રસનું પ્રમાણ વધારવો.
રેષાયુક્ત ભોજનનું પ્રમાણ વધારો. રેષા આંતરડામાં જમા થઈને પેટ ખાલી ખરવાની ક્રિયાને ધીમી કરી નાખે છે. પરિણામે ભૂખ જલ્દી લાગતી નથી. રોજીંદા આહારમાં એક સફરજન, એક સંતરૂ, અને એક કપ મસૂરનો સમાવેશ કરાવાથી ફાયદો જણાશે. બાફેલા બટાટાની બદલે શેકેલા બટાટા ફાયદાકારક છે.
ભોજનને સ્વાદિષ્‍ટ બનાવવા વધારે મસાલાનો ઉપયોગ કરી શકાય છે. મસાલાનો ઉપયોગ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા પદાર્થો માટે જ કરવો. પ્રોટીનયુક્ત આહારનું પ્રમાણ વધારવું. મલાઈ કાઢેલું દૂધ – દહીં – છાશનું પ્રમાણ વધારો આ ખાદ્યપદાર્થોથી ચરબી વધશે નહીં તેમજ શરીરને પૂરતુ પ્રોટિન મળી રહેશે. નિયમિત વ્યાયામ કરો. જીમ્નેશિયમમાં ન જઈ શકતા હો તો ચિંતા નહીં કરો.? જીમમાં જવાનું દરેકના ગજવાને પોસાતું નથી હોતું. ઘરકામ કરીને વજન ઊતારો. ઘરમાં ઝાડુ-પોતાં કરી આરામથી વજન ઊતારી શકાય છે. કપડાં ધોવાથી શરદીની તકલીફ ન થતી હોય તો તમારા કપડાં જાતે ધુઓ. ચાલવાનું નિયમિત રાખો. ચાલતી વખતે વાતો કરવી નહીં. પગથિયાં ચડ-ઉતર કરો. દોરડાં કૂદો, ઊઠ – બેસ કરો. ઘરમાં જ આ રીતે વ્યાયામ કરવાથી શરીર પરનો મેદ સરળતાથી ઊતારી શકાય છે. જીમ્નેશિયમમાં ગયા વગર મેદ ઊતારવો એ પણ એક પડકાર છે

Read Full Post | Make a Comment ( 1 so far )

સ્‍થૂળતા ઘટાડો, તંદુરસ્‍તી વધારો

Posted on ઓગસ્ટ 19, 2009. Filed under: આરોગ્ય | ટૅગ્સ:, |

વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્‍ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્‍ત ખોરાક સૌથી મહત્‍વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્‍તી મહેસૂસ કરવા તથા સ્‍વસ્‍થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્‍સ અનુસરો.

(૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે.

(૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ફળ, શાકભાજી, ફણગાવેલા કઠોળ, સૂકામેવા વગેરે જેવા કુદરતી ખોરાક ખાવા માટે આદર્શ છે. તે આપણા વિકાસ, તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય, સારી રોગપ્રતિકારાત્‍મક શકિત વગેરે માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.

(૩) રોજ દિવસમાં ૮- ૧૦ ગ્‍લાસ પાણી, હર્બલ ટી વગેરે જેવા પ્રવાહી પીવાં. એ બધાં શરીરમાંથી ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે.

(૪) નાસ્‍તામાં સલાડ, ફળો, ખાંડ વગરનું ઓછી ચરબીવાળું દહીં, અનાજના બિસ્કિટ વગેરે જેવો સ્‍વાસ્‍થ્‍યવર્ધક ખોરાક ખાવો.

(૫) તમારા ખોરાકને વધુ પડતો કુદરતી અને ઓર્ગેનિક રાખો. એડેટિવ્‍સ અને પ્રિઝર્વેટિવ જેવા કેમિકલવાળા ખોરાકનો બને ત્‍યાં સુધી ત્‍યાગ કરો.

(૬) માખણ, મલાઈયુકત દૂધ અને સલાડ ડ્રેસિંગ વગેરે બને તેટલા ટાળવા, પરંતુ કુદરતી ફેટી એસિડ ધરાવતા ઓલિવ ઓઈલ અને સૂકા મેવા જેવા પદાર્થોની ખોરાકમાંથી બાદબાકી પણ ન કરવી. અલબત્ત, આ પદાર્થોનો પણ અતિરેક ન થાય તેનું પણ ખાસ ધ્‍યાન રાખવું.

(૭) બ્રેડ, બિસ્કિટ, પાસ્‍તા, પોલિશ કરેલા ચોખા જેવા સફેદ લોટની વાનગીઓ તથા પ્રોસેસ્‍ડ ફૂડ અને નાસ્‍તામાં વપરાતા ખાંડવાળા અનાજ વગેરેનો સંપૂર્ણ ત્‍યાગ કરવો. સૌથી પહેલા તો તેમાં ફાઈબર બિલકુલ ન હોવાથી પચવામાં ભારે પડે છે અને બીજું તે આપણા શરીરના ઈન્‍સ્‍યુલીનના સ્‍તરને હાની પહોંચાડી બિનજરૂરી ચરબી જમા કરે છે.

(૮) નિયમિત ધોરણે ઘરે કે જિમમાં જઈ કસરત કરો અથવા અરોબિક્સ કે શ્રમભર્યુ કોઈ કામ કરો. યોગા અને ધ્‍યાન દ્રારા માનસિક તણાવ દૂર કરો. સાથે જ સારી ઊંઘ અને આરામ પણ લો.

(૯) ઠંડાં પીણાં અને ફળોના તૈયાર રસ જેવા મીઠાશયુકત પીણાંનો વપરાશ ન કરો તેમ જ મીઠાઈ, ડેઝસ્‍ટ અને તળેલા નાસ્‍તાથી પણ દૂર રહો.

(૧૦) ખોરાકને તળવાને સ્‍થાને બાફીને, શેકીને, ગ્રીલ કે રોસ્‍ટ કરીને ખવાય તેવી પધ્‍ધતિ અપનાવો.

વજન જાળવી રાખવાની ટિપ્‍સ

(૧) નિયમિત નાસ્‍તો કરો.

(૨)‍નિયમિત વજનનું ધ્‍યાન રાખો (જરૂર પડે તો રોજ).

(૩) રોજ ૬૦ મિનિટ કસરત કરો , જેથી શરીરમાંથી ૪૦૦ કેલરી ઓછી થાય.

(૪) ચાલવું એ વજનને કાબૂમાં રાખવાની સૌથી પ્રખ્‍યાત કસરત છે.

(૫) જમવામાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરો અને લો ફેટ ડાયેટ અપનાવો.

(૬) શરીરમાં કેલરીના પ્રમાણ પર કાબૂ મેળવો. એવું ભોજન ખાવું, જેથી રોજ શરીરમાં ૧,૪૦૦ કેલરી જ જાય

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...