નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે–પૃથ્વીરાજ ચૌહાણ

Posted on ઓગસ્ટ 9, 2012. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

શાહબુદીન ઘોરી ના હાથે શિકસ્ત પામીને અંધ બનીને પૃથ્વીરાજ ઊભો છે ત્યારેસુલતાન ઘોરી ,સમ્રાટ પૃથ્વીરાજની અંતિમ ઈચ્છાપૂછે છે ત્યારેપૃથ્વીરાજ ભારતદેશની માટી માંગેછે, જે કવિ ચંદ લઈ ને આવે છે તે પ્રસંગ નું ગીત

નથી માટી પ્રસાદી એ જીવન ધનથી વધારે છે 

ગુમાવી પુણ્યભુમી એ હૃદય આજે વિદારે  છે.

વછુટ્યા તાર વીણાના રહી છે ભારતી રોતી 

અમે મોહાંધના પાપે, પડી પરવશ પોકારે છે.

ફરીથી ત્યાં જીવન માંગુ,ફરીથીત્યાં મરણ માંગુ

યુગોયુગ ધર્મ માટે જ્યાં પ્રભુ અવતાર ધારે છે.

Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

પિતા ની પારેવડી ને માતા ની લાડકી

Posted on મે 20, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

http://www.youtube.com/watch?v=uDETPrUZ-UU

Read Full Post | Make a Comment ( None so far )

હસતા હસતા ખેલીયે જીવન ના સંગ્રામ — શંભુ મેળો

Posted on એપ્રિલ 24, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

Read Full Post | Make a Comment ( None so far )

પિયરીયું સાંભરે —- શંભુ મેળો

Posted on એપ્રિલ 23, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

http://www.youtube.com/watch?v=m8BOodhhsp0

Read Full Post | Make a Comment ( 2 so far )

પિયરીયું સાંભરે– શંભુ મેળો

Posted on માર્ચ 29, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

મારા સ્વ.પિતાશ્રી બાબુભાઈ ને ખુબજ ગમતું અને ઈ વખત નું અતિ લોકપ્રિય ગીત જેના શબ્દો આજે પણ મારા કાન માં ગુંજે છે “ગાડું વળાવ્યું ત્યારે રોતીતી માવડી, બાપુ ઉભાતા અચેત.  પૂર્ણ પરસોતમ પિતા બિચારા શું કરી શકે? ઈ કાઈ થોડા  જાહેર માં  રોય પણ શકે?

 

 

 

 

 

 

પિયરીયું     સાંભરે,    બાઇ,   મને પિયરીયું  સાંભરે

                                        સાંભરે    માડી ના     હેત  –૦

ગાડું વળાવ્યું   ત્યારે   રોતી’તી    માવડી

                                        બાપુ ઉભા’તા  અચેત    —૦

એકજ     ઓસરીએ     હતા    ચાર  ચાર     ઓરડા

                                        આંગણીયે લીમડા ની છાયા

ગાતી’તી   હું  ત્યારે ઘેરી ને બેસતી

                                       ગાયું વાછરડા   સમેત —૦

ખેતર લીલુડા ને લહેરાતી વાડીયું

                                        ખેલતા ધરતીને ખોળે.

દીઠી જો હોત ફરી મહિયર  ની માયા

                                        મોઢે માંગ્યાં  મૂલ દેત —0

નાટક:-શંભુ મેળો (૧૯૪૭)
 કવિ:-સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી
ભજવનાર :- શ્રી દેશી નાટક સમાજ
સ્થળ:- ભાંગવાડી,કાલબાદેવી રોડ, મુંબઈ
 
Read Full Post | Make a Comment ( None so far )

લેશો નિશાશા પરણેતર ના- ‘વડીલો ના વાંકે’

Posted on માર્ચ 13, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

જૂની રંગભૂમિ નું યાદગાર નાટક ‘વડીલો ના વાંકે’ નું પ્રહસન વિભાગનું તે વખત નું અતિ લોકપ્રિય ગીત ‘લેશો નિશાશા પરણેતર ના’ આજે આપ સહુ સાથે શેર કરું છું.

Read Full Post | Make a Comment ( 1 so far )

જૂની રંગભૂમિ ના સંભારણા નાટક:- વડીલો ના વાંકે નો ૧ અંશ

Posted on જાન્યુઆરી 4, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

http://www.youtube.com/watch?v=m2088LtDYKY

Read Full Post | Make a Comment ( 2 so far )

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ

Posted on મે 16, 2010. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , |

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ

માનવ માત્ર અધૂરા

સદગુણ જુએ છે શાણાને

અવગુણ અપાત્ર અધૂરા.

કોઈને રચનારે રૂપ દીધા,

કોઈને દીધા છે જ્ઞાન

કોઈ ધન ઘેલા કોઈ રસઘેલા

કોઈને દીધા અભિમાન.

સઘળું નવ સાથ દીધું કોઈને,

એ ભૂલે પાત્ર  અધૂરા.

સ્વ.પ્રભુલાલ દ્વિવેદી

(વડીલો ના વાંકે–ઈ.સ.૧૯૩૮)

Read Full Post | Make a Comment ( 1 so far )

સંભારણા (સાગરપતિ )

Posted on ઓક્ટોબર 25, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , , |

જયશીયારામ,

આજે આપને માટે ૧૯૩૬માં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયેલું નાટક ‘સાગરપતિ’નું એક ગીત રજુ કરુંછું જે ગીત નાટ્ય મહર્ષિ સ્વ.શ્રીપ્રભુલાલ દ્વિવેદીએ લખેલું છે,જે આજેપણ આજના ભારત ના માહોલમાં બંધબેસતું લાગે છે.

આ ભૂમિને આંગણે ભારત મંડાયા જ્યારથી

ઝગડા પરસ્પરના અહી કર્મે લખાયા ત્યારથી

શરૂઆત   કીધી   કૌરવે પુર્ણાહુતી પૃથુએ  કરી

મુક્તિદાતા   ભારતી   ખોળી રહી  છે ત્યારથી

કૃત્ય છે,  બળ છે, અહીં સદ્જ્ઞાન છે,  અભિમાન છે

પણ નથી જ્યાં એકતા  ત્યાં શું કરે કોઈ સારથી

Read Full Post | Make a Comment ( None so far )

પારેવડા જાજે વીરાના દેશમાં (‘સંપતિ માટે’ )

Posted on ઓક્ટોબર 4, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

 જયસીયારામ,
આજ થી ૭૦ વરસ પહેલાનો નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ નાટક ‘સંપતિ માટે’ માં લખેલો અને એ વખતે શેરીએ શેરીએ ખુબજ લોકપ્રિય થયેલો ગરબો ‘પારેવડા  જાજે  વીરાના દેશમાં’ આજે લુપ્ત થઇ ગયેલ જૂની રંગભૂમિ ની તથા મારા સ્વ.પિતાશ્રી બાબુભાઈ સાતાની સ્મરણાંજલિ રૂપે રજુ કરું છું.

પારેવડા  જાજે  વીરાના   દેશમાં

આટલું કહેજે   સંદેશમાં

પારેવડા…..

વીરો સીધાવ્યો માતૃભૂમિને  વારણે

કોઈ પ્રેમહીણા પ્રદેશમાં

પારેવડા…..

કહેજે કે બહેનડી એ લીધી છે બાધા

રહેવું છે બાળા વેશમાં

પારેવડા…..

ભાભી તારા પુસ્તકો ની આરતી ઉતારે

વેણી નથી બાંધતી કેશમાં

પારેવડા…..

ભારતમાતાનું માન વીર તે દિપાવ્યું

કહેવું શું ઝાઝું ઉપદેશમાં

પારેવડા…..

Read Full Post | Make a Comment ( 1 so far )

« Previous Entries

Liked it here?
Why not try sites on the blogroll...