એક સરખા સુખ ના દિવસો કોઈના જાતાં નથી

Posted on ઓગસ્ટ 3, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , , , , , |

 
નાટક:-માલવપતિ મુંજ 
ભજવનાર:-શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ ઈ.સ.૧૯૨૪ 
કવિ:-નાટ્ય મહર્ષિ શ્રી પ્રભુલાલ દ્વિવેદી 
Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

પિતા ની પારેવડી ને માતા ની લાડકી

Posted on મે 20, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

http://www.youtube.com/watch?v=uDETPrUZ-UU

Read Full Post | Make a Comment ( None so far )

હસતા હસતા ખેલીયે જીવન ના સંગ્રામ — શંભુ મેળો

Posted on એપ્રિલ 24, 2011. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

Read Full Post | Make a Comment ( None so far )

પારેવડા જાજે વીરાના દેશમાં (‘સંપતિ માટે’ )

Posted on ઓક્ટોબર 4, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

 જયસીયારામ,
આજ થી ૭૦ વરસ પહેલાનો નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ નાટક ‘સંપતિ માટે’ માં લખેલો અને એ વખતે શેરીએ શેરીએ ખુબજ લોકપ્રિય થયેલો ગરબો ‘પારેવડા  જાજે  વીરાના દેશમાં’ આજે લુપ્ત થઇ ગયેલ જૂની રંગભૂમિ ની તથા મારા સ્વ.પિતાશ્રી બાબુભાઈ સાતાની સ્મરણાંજલિ રૂપે રજુ કરું છું.

પારેવડા  જાજે  વીરાના   દેશમાં

આટલું કહેજે   સંદેશમાં

પારેવડા…..

વીરો સીધાવ્યો માતૃભૂમિને  વારણે

કોઈ પ્રેમહીણા પ્રદેશમાં

પારેવડા…..

કહેજે કે બહેનડી એ લીધી છે બાધા

રહેવું છે બાળા વેશમાં

પારેવડા…..

ભાભી તારા પુસ્તકો ની આરતી ઉતારે

વેણી નથી બાંધતી કેશમાં

પારેવડા…..

ભારતમાતાનું માન વીર તે દિપાવ્યું

કહેવું શું ઝાઝું ઉપદેશમાં

પારેવડા…..

Read Full Post | Make a Comment ( 1 so far )

જૂની રંગભૂમિ ના સંભારણા (સંપતિ માટે )

Posted on સપ્ટેમ્બર 22, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

જયશીયારામ,

આજે જે ગીત હું રજુ કરુંછું તેગીત ‘શ્રી દેશી નાટક સમાજ’ ના નાટક ‘સંપતિ માટે’ માં નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી એ ઈ.સ.૧૯૪૧ માં લખેલ હતું.આ ગીત આજેપણ આજના જમાનાને ખુબજ અનુરૂપ લાગેછે.

———————————————————————————————

બિચારો   ન  થા ,બાપડો   ન થા,

શાણા ની સાથે શાણો,  દુર્જન થી દુર્જન થા,

શાણા છે થોડા થોડા,     શયતાન છે ઘણા

શયતાનથી   શયતાની સમજીને કરતો જા,

                                        શાણાની સાથે શાણો…….

 હથિયાર રાખી મ્યાનમાં નિશાન રાખી ચુપ,

મ્હાત કર દુશ્મનને   જબાન રાખી ચુપ,

ગુપચુપ કરીને   ધા ખુબીથી કરતો જા,

                                     શાણાની સાથે શાણો………..

 બાપડો થયો  તો લોકો તને રડાવશે

ભોળો થયો  તો ભૂંડા તને સતાવશે

સરજોર થોડો  થા,થોડીક ગાળો ખા,

                                   શાણા ની સાથે શાણો…….. 

Read Full Post | Make a Comment ( None so far )

બાળપણ ના સંભારણા

Posted on ઓગસ્ટ 26, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , |

વ્હાલા વાંચક મિત્રો,
જયસીયારામ,
આજે જે ગીત હું આપની સમક્ષ રજુ કરુંછું,તે નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી એ તેમના નાટક ‘સંપતિ માટે’માં લખેલું છે.મોતીબાઈ ના કંઠે ગવાતું આ ગીત ના ૧૦-૧૦ વાર વન્સમોર થતા હતા અને નાટક પરોઢિયે ૪ વાગ્યે પૂરું થતું હતું. ૧૯૪૧ માં લખાયેલું આ ગીત વાંચી હજી આજેપણ આપણે શૈશવ (બાળપણ)ની યાદોમાં સરકી જઇએ છીએ. જો આપના ઘર માં દાદા-દાદી હોય તો તેમને આ ગીત વંચાવવા વિનંતી.

સાંભરે  રે,   બાળપણના    સંભારણા

જાણે ઉઘડતા જીવનના બારણા,

એ બાળપણના સંભારણા ……

 

ફૂલસમાં        હસતા —-   ખીલતાંતા

પવન સમા લહેરાતા

ગાતાતાં  —    ભણતાતાં —   મસ્તીમાં

મસ્ત મનાતાં

ચ્હાતાંતાં વિદ્યાના વારણાં

એ બાળપણનાં સંભારણા…..

 

રખેને     બોલ્યું   કોઈ  સાંભળશે

એની ચિંતા નહોતી

ભય નહોતો  —-        મદ નહોતો

પ્રીતિ ની પીડા નહોતી

નહોતી કોઈ ઝાઝી વિચારણા

એ બાળપણનાં સંભારણા…..

 

કોઈ    અજાણ્યા      નરને      હોંશે

પ્રિયતમ કહેવું પડશે

વણમુલે વણવાંકે,દાસી થઇ રહેવું પડશે

નહોતી મેં ધારી આ ધારણા

એ બાળપણનાં સંભારણા…..

 

Read Full Post | Make a Comment ( 1 so far )

‘ધનવાન જીવન માણે છે'(સંપતિ માટે)

Posted on ઓગસ્ટ 23, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

જયસીયારામ

આજે આપની સમક્ષ જે ગીત રજુ કરુંછું તે ગીત નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ ઈંસ.૧૯૪૧ માં શ્રી દેશી નાટક સમાજ ના ‘સંપતિમાટે’ નામના નાટક માટે લખેલ હતું.આ નાટકે સળંગ ૩૩૫ દિવસ સુધી હાઉસફૂલ કરી એક ઇતિહાસ રચ્યો હતો જેમાં આ ગીત નો ફાળો બહુજ વધારે હતો .

મારા પિતા સ્વ.શ્રી બાબુભાઈ સાતાએ આ નાટક ૩૮ વાર જોયેલું. ઘણીવાર આ નાટક જોવામાટેજ ખાસ રાજકોટ થી મુંબઈ ગયેલા તે મને સાંભરે છે.આજે તેમને બહુજ ગમતા ગીતોમાંથી એક તેમની યાદરૂપે આપની સમક્ષ રજુ કરું છુ

ધનવાન જીવન માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે,

કોઈ અનુભવીને પૂછી જો ,

કે, કોણ જીવી જાણે છે,

                 બેહાલ ગરીબનાં  બાલુડા

                પૈસે પૈસે હોય ટળવળતા

                ખાવાનું ત્યાં ખાનાર કેરી

                 ખોટ   આંસુ   સારે  છે,

                 નિર્ધન એ બોજો તાણે છે…….

 નારી ગરીબ દળણા દળતી

ધનવાળી  હિરે ઝળહળતી.

હીરા,    મોતીવાળી   રોતી–

એનો કંથ વિલાસો માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે…….

               ગુણ દોષ ભલે હો ધનમદમાં

              પણ નમતા પલ્લા સંપદના ,

              સુખ, સંપદના,સુખના વલખા,

              જનસંતોષી સુખ માણે છે,

              નિર્ધન એ બોજો તાણે છે…….

 

ગાનારા પાત્રો :નીરા,અંબુજા

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...