આજ નો સુવિચાર

Posted on ઓક્ટોબર 3, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ:, , |

ન હોય કશું તો અભાવો નડે છે,
મળે જો બધું તો સ્વભાવો નડે છે.

Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

સુવિચારો— (સુવાક્યો)

Posted on ઓક્ટોબર 1, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ:, , |

 • સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.
 • કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.
 • પરાજય ક્ષણિક છે. તેને સનાતન બનાવે છે હતાશા.
 • ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
 • જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં જતાં જ આગળ વધવાનો માર્ગ અવશ્ય દેખાશે
 • પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
 • જંગલમાં રહેવું સારૂ, પણ સગાઓની વચ્ચે ધનહીન દશામાં રહેવું જરાપણ સારૂ નથી
 • “એકમાત્ર કામ એવું છે જેમાં તમે ટોચથી શરૂઆત કરો છો, અને એ છે ખાડો ખોદવાનું
 • જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો
 • જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે, ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થતા  જાઓ છો.
 • ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
 • બગીચાનાં સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ
 • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
 • વાતચીતની સાચી કળા માત્ર એ નથી કે સાચી વાત સચોટ સમય પર કરી શકીએ. સાચી કળા એ પણ છે કે કહું કહું કહેવાનું મન કરાવતી પણ નહીં બોલવાની વાતને ખોટા સમયે ધરાર બોલવી નહીં.
 • સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.
 • સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે.
 • ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે
 • અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
 • નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!
 • જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
 • સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
 • પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
Read Full Post | Make a Comment ( 3 so far )

આજનો સુવિચાર

Posted on સપ્ટેમ્બર 24, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

‘સાથે રહીને જુદા રહેવા કરતા જુદા રહીને સાથે રહેવું વધારે સારું છે.’

Read Full Post | Make a Comment ( 1 so far )

આજ નો સુવિચાર

Posted on સપ્ટેમ્બર 21, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

‘માણસ નિષ્ફળ ત્યારે જાય છે જ્યારે તે વિકાસને બદલે ફળ ઝંખે છે.’

Read Full Post | Make a Comment ( None so far )

કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી

Posted on સપ્ટેમ્બર 1, 2009. Filed under: જનરલ | ટૅગ્સ: |

કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથીએક બેરોજગાર યુવાને એક મોટી કંપનીમાં પટ્ટાવાળાના કામ માટે અરજી કરી. મેનેજરે તેનો ઇન્ટરવ્યુ લીધો અને તેની પાસે ફરસ સાફ કરાવી. તેના કામથી ખુશ થઈને મેનેજરે તેને કહ્યું, ‘તને કામ પર રાખી લેવામાં આવે છે. તું તારું ઇ-મેઇલ એડ્રેસ આપ, જેથી બાકીની વિગતો અને તારે ક્યારથી? કામ પર આવવાનું છે, એની જાણકારી મોકલી શકાય.‘ પેલા યુવાને કહ્યું, ‘મારી પાસે કોમ્પ્‍યુટર નથી કે મારું ઇ-મેઇલ એડ્રેસ પણ નથી. યુવાનનો જવાબ સાંભળી મેનેજરે કહ્યું, માફ કરજે, તારું ઇ-મેઇલ એકાઉન્ટ નથી એનો મતલબ કે તારું કોઈ અસ્તિત્વ જ નથી, અને જેનું અસ્તિત્વ નથી એને અમે નોકરી ન આપી શકીએ.‘

યુવાન નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો. એને સમજાયું નહીં કે હવે શું કરવું ? તેણે ખિસ્સામાં હાથ નાખ્યો. તેના ખિસ્સામાં માત્ર સો રૂપિ‍યા હતા. એ શાક માર્કેટમાં ગયો. ત્યાંથી એણે ટમેટાંની એક ગુણી ખરીદી. આ ટમેટાં તેણે ઘરે-ઘરે ફરીને વેચ્યા. આ રીતે ત્રણ દિવસ ફર્યો. તેની મૂડી બમણી થઈ ગઈ. તેને લાગ્યું કે આવી રીતે તે સારી રીતે જીવનનિર્વાહ કરી શકે એમ છે. તેણે એ મૂડીમાંથી નાના પાયે શાકનો ધંધો શરૂ કરી દીધો.

તે રોજ સવારે વહેલા ઘરેથી નીકળી જતો અને મોડી રાતે પાછો ફરતો.

તેની પાસે સારી એવી મૂડી ભેગી થતાં તેણે એક બળદગાડું ખરીદ્યું. ધંધો વધવા લાગ્યો. હવે એક ટ્રક લીધી અને ત્યાર બાદ પોતાનાં માલવાહક વાહનો વસાવ્યા. પાંચ વર્ષમાં એ યુવાન બહુ મોટો વેપારી બની ગયો. કરોડો રૂપિ‍યાનું ટર્નઓવર થતું.

એક દિવસ તેણે તેના કુટુંબના ભવિષ્‍યની સલામતી માટે જીવનવીમો લેવાનું વિચાર્યું. એ વીમા કંપનીની ઓફિસમાં ગયો. બધી વિધિ પૂરી થયા પછી વીમા અધિકારીએ તેનું ઇ-મેઇલ એડ્રેસ માંગ્યું.

‘મારું કોઈ ઇ-મેઇલ એડ્રેસ નથી.‘ યુવાને કહ્યું. વીમા અધિકારીએ કુતૂહલવશ થઈને પૂછ્યું, ‘તમારું કોઇ ઇ-મેઇલ અડ્રેસ નથી તો પણ તમે ધંધામાં આટલી સફળતા મેળવી છે. જરા વિચાર કરો કે તમારું ઇ-મેઇલ એડ્રેસ હોત તો તમે આજે ક્યાંના ક્યાં હોત ?

યુવાન ક્ષણભર પેલા અધિકારીની સામે તાકી રહ્યો.

પછી જવાબ આપ્‍યો: ‘મારું ઇ-મેઇલ એડ્રેસ હોત તો આજે હું એક કંપનીમાં પટ્ટાવાળો જ હોત.‘

કથાનો બોધ શું ? કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. કર્મ જ તમને સફળતા અપાવે.

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 24, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 22, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

સફળતાની સીડી ચડવા માટે તમને આખી સીડી દેખાય તે જરૂરી નથી.પહેલા એક ડગલું શ્રદ્ધાપૂર્વક ચડો,આગળના ડગલા આપમેળે સ્પષ્ટ થતા જશે. તમે જેમ-જેમ પગથીયા ચડતા જશો તેમ-તેમ તમારી સાથેના લોકો ઓછા થતા જશે અને કઠીનાઈઓ વધતી જશે.

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 22, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

ઘણીવાર આપણે બંધ થઇ ગયેલા બારણા સામે એટલી બધી વાર આંસુ સારતા બેસી રહીએ છીએ કે બીજી તરફ ખૂલેલું બારણું જોવામાં અને ત્યાં સુધી પહોચવામાં ખુબજ મોડું થઇ જાય છે.

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

ગઈ રાતે ગઈકાલ પૂરી થઇ ગઈ. આજની સવાર નવી શરૂઆત છે. ગઈકાલ ને ભૂલવાની કળા શીખીલો અને આગળ વધો.  ગઈકાલ ખરાબ હોય તો પણ અને સારી હોય તો પણ.

 

Read Full Post | Make a Comment ( None so far )

આજ નો સુવિચાર

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

પોઝીટીવ થીંકીંગ ધરાવતી વ્યક્તિ …….

જે નરીઆંખે જોઈ નથી શકાતું એ જોઈ શકે છે.,

જે કોઈરીતે માપી નથી શકાતું એને અનુભવી શકેછે

અને જે પ્રાપ્ત કરવું અશક્ય લાગેછે,એ મેળવી જાણે છે.

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...