Bye Bye Diwali

Posted on ઓક્ટોબર 30, 2019. Filed under: સંભારણા |

ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી

જેવી આવી એવી Fast Forwardમાં જતી રહી દિવાળી..

ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.

Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો..

થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..

જુદા જુદા ખાનાવાળા Dryfruit Box નેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી..

સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદબે ખાના વિચારતા રહી ગયા..

મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..

અકબંધ પડી રહેલા કપડાંનો mood પણ થોડો આઉટ હતો..

Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..

ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..

કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..

ફટાકડા તો વખતે સરનામું ભૂલી ગયા..

ધુમાડો સ્વાસ્થ્ય માટે નહીં પૉકેટ માટે પણ ખરાબ છે સમજાવી ગયા..

શું હતી દિવાળી?

સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.

મોબાઈલ પૂરતી રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..

નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો

ફરી મળે પરિવાર..ફરીથી જીવનમાં ખુશહાલી હો..

એજ જુના મિત્રો મળે..

એવીજ ચહેરા પર લાલી હો..

*We All Missed Old Diwali Days..

😢😢

Via Whatsapp

Make a Comment

Liked it here?
Why not try sites on the blogroll...